અમદાવાદઃ યુએસ અને કેનેડામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવનારના ગુજરાતના કુખ્યાત એજન્ટો ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ અને સાગરિત ચરણજીતસિંહની ઓફિસ અને રહેઠાણે ઈડીના અધિકારીઓએ તા. 22 જાન્યુઆરીએ દરોડા પાડયા હતા.
ઈડીના અધિકારીઓ દરોડા દરમિયાન 50 લાખનું વિદેશી ચલણ, 1.50 કરોડની બિનહિસાબી રોકડ રકમ, વીઝા કરવા માટે બોગસ બનાવેલા દસ્તાવેજો, અને ડીજીટલ ડેટા જપ્ત કર્યા છે. બંને એજન્ટોએ ત્રણ વર્ષમાં 1500 જેટલા લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલ્યા છે જેની એક હજાર કરોડની એન્ટ્રીઓ ઈડીને મળતા પીએમએલએ એક્ટ હેઠળ ગૂનો દાખલ કર્યો છે.
ઇડીએ અમદાવાદમાં નારણપુરા, ગાંધીનગર ઘાટલોડિયા, ઉપરાત દિલ્હી, કોલકત્તા અને મહારાષ્ટ્રમાં પણ દરોડા પાડયા છે. ચારેય રાજ્યોના એજન્ટો મળીને ઇન્ટરનેશનલ રેકેટ ચલાવતા હતા. બોબી પટેલ અને તેનો સાગરિત ચરણજીત સિંઘ એક વ્યક્તિના 75 લાખ, કપલ હોય તો 1.25 કરોડ, બાળકો હોય
તો 1.50 કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા.

