ગુજરાતની તમામ 26 બેઠકો જીતીશુંઃ નડ્ડાનો દાવો

Wednesday 31st January 2024 04:53 EST
 
 

અમદાવાદઃ ગાંધીનગર લોકસભા ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ એવો દાવો કર્યો કે, ભાજપ અગાઉના રેકોર્ડ કરતાં વધુ બેઠકો મેળવશે અને લોકસભામાં યશસ્વી બનીશું. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ વખતે ગુજરાતમાં ભાજપ હેટ્રિક નોંધાવશે અને 26માંથી 26 બેઠકો પર જવલંત વિજય હાંસલ કરશે. મને વિશ્વાસ છે કે, આ વખતે પણ ગુજરાત અને દેશની જનતા વડાપ્રધાન મોદીને જ આર્શીવાદ આપશે. કાર્યકરોના કામનો જશ મળશે. ગુજરાતે જ સંગઠનને કેવી રીતે મજબૂત કરવુ તે દેશને શિખવ્યુ છે. મારુ સૌભાગ્ય છે કે, મને ગાંધીનગર લોકસભા મત વિસ્તારના કાર્યાલયના શ્રીગણેશ કરવાની તક ઉપલબ્ધ થઈ છે.


comments powered by Disqus