જ્ઞાનવાપીની મુક્તિ સુધી અન્ન ત્યાગઃ જિતેન્દ્રાનંદ

Wednesday 31st January 2024 06:31 EST
 
 

હાથરસઃ જ્ઞાનવાપી મસ્જિદ એક મોટા હિંદુ મંદિર ઉપર બનાવવામાં આવ્યાના એએસઆઈના રિપોર્ટ બાદ મંદિર પક્ષકારોનો ઉત્સાહ, વધ્યો છે. દરમિયાન અખિલ ભારતીય સંત મહામંત્રી સમિતિના સ્વામી જિતેન્દ્રાનંદે જ્ઞાનવાપીના મુક્ત થવા સુધી અન્ન ત્યાગનું એલાન કર્યું છે. સ્વામીએ કહ્યું કે જ્યાં સુધી કાશી વિશ્વનાથ મંદિર રામ મંદિરની તર્જ પર મુક્ત કરાવી નહીં લેવાય-જ્ઞાનવાપી મુક્ત થઈ ન જાય ત્યાં સુધી તેઓ અન્ન ગ્રહણ નહીં કરે. તેમનું આ તપ છે, તેમના જેવા હજારો સંત અને આસ્થાવાન લોકો છે જે જ્ઞાનવાપીની મુક્તિ માટે યજ્ઞ કરી રહ્યા છે. તેવામાં તેમનો આ નાનો એવો પ્રયાસ છે. આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે. જ્ઞાનવાપીની મુક્તિ સુધી હું માત્ર દૂધ અને ફળ ગ્રહણ કરીશ. જિતેન્દ્રાનંદે માગ કરી કે એએસઆઈની વૈજ્ઞાનિક મહોર બાદ મુસ્લિમ પક્ષ હિંદુઓને જ્ઞાનવાપી સોંપી દે.


comments powered by Disqus