દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના એટહોમ કાર્યક્રમમાં ઝઘડિયાના પાણેથાના ખેડૂત હાજર રહ્યાા

Wednesday 31st January 2024 04:53 EST
 
 

ઝઘડિયાઃ ગણતંત્ર દિવસના અવસરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ રિસેપ્શન કાર્યક્રમની પરંપરા છે. જે અંતર્ગત ચાલુ વર્ષે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પાણેથા ગામના ખેડૂત ધીરેન્દ્રકુમાર દેસાઈને આમંત્રિત કરાયા હતા.
ખેડૂત ધીરેન્દ્રકુમારે જણાવ્યું કે, ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ રિસેપ્શન સમારંભ ખાતે આમંત્રણ મળ્યું હતું. જે તમામ ગુજરાતીઓ માટે ગર્વની વાત કહેવાશે. આ એટ હોમ કાર્યક્રમ દરમિયાન ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નમસ્તે કહી આમંત્રિતોનું અભિવાદન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી સાથે ગુજરાતી ભાષામાં વાતચીત કરવાની તક મળી હતી. ઉપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિની પણ મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના આ ખેડૂતને અગાઉ 25થી વધુ એવોર્ડ પ્રાપ્ત થયા છે.


comments powered by Disqus