અમદાવાદઃ આશરે 300 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી બુલેટ ટ્રેન ભૂકંપ વખતે પણ સુરક્ષિત રહે તે માટે જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. બુલેટ ટ્રેનના રુટ પર સિસ્મોમીટર લગાવવામાં આવશે. જેના થકી ભુકંપના પ્રથમ કંપન વખતે જ બુલેટ ટ્રેનનું પરિચાલન ઓટોમેટિક બંધ થઇ જશે.
જાપાની શિંકનસેન ટેકનોલોજી પર આધારિત ભૂકંપ શોધ પ્રણાલી સિસ્ટમ ભૂકંપના પ્રાથમિક તરંગો-આંચકાઓને શોધી કાઢશે અને સિસ્મોમીટર તુરંત બુલેટ ટ્રેનના પાવર સપ્લાય હાઉસને સિગ્નલ મોકલશે તે સાથે જ ઓટોમેટિક પાવર શટડાઉન પ્રક્રિયા શરૂ થઇ જશે. શટડાઉનના સિગ્નલ બુલેટ ટ્રેન સુધી પહોંચતા જ આકસ્મિક બ્રેક્સ (ઇમરજન્સી બ્રેક્સ) સક્રિય થશે અને અસરગ્રસ્ત વિસ્તારમાં દોડતી બુલેટ ટ્રેનો બંધ થઈ જશે.
અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના 508 કિ.મી.ના રુટ પર કુલ 28 સિસ્મોમીટર લગાવવાની યોજના છે. જેમાં 22 સિસ્મોમીટરને એલાઇનમેન્ટ સાથે ઇન્સ્ટોલ કરવામાં આવશે. જે પૈકી 8 મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, વિરાર અને બોઈસર સ્ટેશન નજીક જ્યારે 14 ગુજરાતના વાપી, બીલીમોરા, સુરત, ભરુચ, વડોદરા,
આણંદ, મહેમદાવાદ અને અમદાવાદ સ્ટેશન નજીક લાગશે.

