પોલીસે શંકરાચાર્યને શિષ્યો સાથે જ્ઞાનવાપી મસ્જિદ જતાં અટકાવ્યાં

Wednesday 31st January 2024 07:29 EST
 
 

લખનઉઃ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને સોમવારે તેમના શિષ્યો સાથે મસ્જિદની પરિક્રમા કરવા વારાણસીની વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદમાં જતા અટકાવવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકરાચાર્યને વારાણસીમાં તેમના મઠને છોડવાની મંજૂરી આપવામાં આવી ન હતી. શંકરાચાર્ય જ્ઞાનવાપી મસ્જિદ તરફ આગળ વધવા માટે તેમના શિષ્યો સાથે બહાર આવ્યા હોવાથી તેમને રોકવામાં આવ્યા હતાં. પોલીસે વધુમાં કહ્યું કે, કલમ 144 લાગુ હોવાથી શંકરાચાર્યને તેમના શિષ્યો અને અન્ય સંતો સાથે જ્ઞાનવાપી મસ્જિદમાં જવાની મંજૂરી આપી શકાતી નથી. શંકરાચાર્ય દ્વારા જ્ઞાનવાપી મસ્જિદની પરિક્રમા કરવાનો નિર્ણય સર્વેક્ષણ કાર્ય દરમિયાન ત્યાં હિંદુ મંદિરના અસ્તિત્વના પુરાવા મળ્યા હોવાના દાવા બાદ આવ્યો હતો.


comments powered by Disqus