પાલનપુરઃ ગુરુવારે પોષ સુદ પૂનમે મા જગદંબાના પ્રાગટ્યદિને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણ બરનવાલની ઉપસ્થિતિમાં પોષી પૂનમના મેળાને ખુલ્લો મુકાયો હતો. આ નિમિત્તે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મા અંબાનાં દર્શને ઊમટી પડ્યા હતા.
મા અંબાના પ્રાગટ્યોત્સવ નિમિતે મહાશક્તિ યજ્ઞ કરાયો હતો, જેમાં 55થી વધુ યજમાને આહુતિ આપી હતી. મા અંબાના પ્રાગટ્યદિન નિમિત્તે ભવ્ય જ્યોતયાત્રા શોભાયાત્રા યોજાઈ હતી. ઉપરાંત શાકોત્સવ અન્નકૂટ ધરાવી 2100 કિલો સુખડી અને બુંદીનો પ્રસાદ વહેંચાયો હતો.

