ચાંગા: ચારુસેટ કેમ્પસ માટે રૂ. 1 કરોડનું માતબર દાન આપનારા મૂળ પાળજના વતની અને યુએસએ સ્થિત હોટેલિયર દાતા જિગરભાઈ અશોકભાઈ પટેલને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ગુરુવારે ચારુસેટ કેમ્પસમાં દાનભાસ્કર એવોર્ડ એનાયત કરાયો હતો.
સમારંભના અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણીમંડળ–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, અગ્રણી દાતા મનુભાઈ, પી.ડી. પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબહેન પટેલ, ખજાનચી ગિરીશભાઈ સી. પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, દિલીપભાઈ પટેલ, વી.એમ. પટેલ, જશભાઈ પટેલ, ચારુસેટ યુનિ. રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થા–કેળવણી મંડળ- ચારુસેટ- CHRFના પદાધિકારી, હોદ્દેદારો, ચારુસેટ કોલેજોના પ્રિન્સિપાલો, ડીન, વિભાગોના વડા, ફેકલ્ટી અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતા જિગરભાઈ પટેલનાં પત્ની મિત્તલબહેન પટેલ, બંને પુત્રો જૈમિત અને હરિકૃષ્ણ, વિનોદભાઈ પટેલ, જગદીશ પટેલ, અલ્પેશભાઈ, ચંદ્રકાંતભાઈ ખાસ USA-UK, પાળજથી હાજર રહ્યાં હતાં.

