વડોદરા બોટકાંડનો મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો

Wednesday 31st January 2024 04:53 EST
 
 

વડોદરાઃ હરણી તળાવમાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકનાં બોટ પલટતાં મોત કેસમાં પોલીસે કોન્ટ્રાક્ટ ધરાવતા પરેશ શાહની ધરપકડ કરી છે. પરેશ અને ગોપાલ શાહને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ પર સોંપાયા છે. ઉલ્લેખનીય છે કે પરેશ શાહે કોન્ટ્રાક્ટ મેળવી અન્ય એક વ્યક્તિને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ ઘટનામાં પરેશ શાહ મુખ્ય આરોપી છે, જે ઘટના સમયે પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો. જો કે વડોદરા પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે.
હરણી તળાવમાં બોટ કેસમાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી પરેશ શાહ સિવાય બિનીત કોટિયા, નયન ગોહિલ, ભીમસિંહ યાદવ, શાંતિલાલ સોલંકી, અંકિત વસાવા, વેદપ્રકાશ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ, ગોપાલ શાહની ધરપકડ થઈ છે.


comments powered by Disqus