સિદ્વપુરમાં શ્રાદ્વ-તર્પણ માટે હવેથી ઓનલાઈન બુકિંગ

Wednesday 31st January 2024 04:53 EST
 
 

ગાંધીનગરઃ સિદ્ધપુર માતૃગયા તીર્થ શ્રાદ્ધ અને તર્પણવિધિ માટે લોકોને સરળતા રહે તે માટે 1 ફેબ્રુઆરીથી ઓનલાઇન બુકિંગનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સિદ્ધપુરનો વિકાસ કરવા રૂ. 33 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે સિદ્ધપુર માતૃગયા તીર્થના ઓનલાઇન બુકિંગ માટે સરકારી વેબસાઇટ અને એન્ડ્રોઇડ એપ Yatradham Of Gujarat દ્વારા બુકિંગ શરૂ કર્યું છે, જેથી દેશ-વિદેશથી આવનારાને સુવિધા મળી રહે.


comments powered by Disqus