પટણા: એન્ફોર્સમેટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સોમવારે આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવની રેલવેમાં ‘નોકરીના બદલામાં જમીન’ કૌભાંડમાં 8 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. દરમિયાન તેમને 40થી વધુ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. આ માટે દિલ્હીથી એક વિશેષ ટીમ રવિવારે આવી પહોંચી હતી.
બિહારમાં મહાગઠબંધન સરકારના પતન અને નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએ સરકારની રચનાના બીજા દિવસે સોમવારે લાલુ તેમની પુત્રી મિસા ભારતી સાથે લગભગ 11 વાગે ઈડી ઓફિસ પહોંચ્યા હતા. રાત્રે 8 વાગ્યા સુધી તેમની પૂછપરછ ચાલુ રહી હતી. દરમિયાન બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આ કેસમાં હવે ઈડી સમક્ષ હાજર થશે.

