અમદાવાદઃ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એનઆરઆઇ હોસ્ટેલના એ-બ્લોકની ખુલ્લી જગ્યામાં નમાજ પઢવા મુદ્દે બે જૂથ વચ્ચે થયેલી મારામારીને પગલે શુક્રવારે અફઘાનિસ્તાનના મુંબઈ ખાતેના કોન્સ્યુલેટ જનરલ ઝાકિયા વરદાકેએ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લઈ કેમ્પસમાં અભ્યાસ કરતા અફઘાન વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે પોલીસ કમિશનર, યુનિવર્સિટીના કુલપતિ સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, અફઘાન વિદ્યાર્થીઓ માટે ભારત બીજા ઘરસમાન છે. આવી નાની-મોટી ઘટનાઓને રાજનીતિક રૂપ આપવાની જરૂર નથી. ભારત સરકાર પર અમને પૂરો ભરોસો છે.

