કાબુલઃ ઇસ્લામિક સ્ટેટ ખુરસાન (ISIS-K)એ રશિયા પર ભીષણ હુમલો કર્યા બાદ હવે ભારતને ધમકી આપી છે. ઇસ્લામિક સ્ટેટના 'વોઇસ ઓફ ખુરસાન' મેગેઝિનના નવા અંકમાં 'ધ ઇસ્લામિક સ્ટેટ વિલ એન્ડયોર' શીર્ષક હેઠળ લેખ છે. જેના એક લેખમાં ISKPએ ટૂંક સમયમાં યુરોપ, અમેરિકા, રશિયા, ચીન, ભારત અને ઈરાન સુધી પહોંચવાની ધમકી આપી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રશિયા પર હુમલો કરવાની જવાબદારી આ ગ્રૂપે જ લીધી છે.