ગાંઠનું ગોપી-ચંદન કોણ ઘસેે?: કોંગ્રેસના 7 દિગ્ગજોનો ચૂંટણી લડવા ઈનકાર

Wednesday 27th March 2024 05:03 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતી લોકસભાની 26 બેઠકો બે ટર્મથી ભાજપને ફાળે જાય છે અને આ વખતે ભાજપ તમામ બેઠકો પાંચ લાખથી વધુ વોટથી જીતવાના લક્ષ્યાંક સાથે હેટ્રિક કરવાના મૂડમાં છે.
કોંગ્રેસના મોઢવાડિયા સહિતના દિગ્ગજ નેતાઓના પલાયનથી હાલ પક્ષનું મનોબળ તૂટેલું છે, તેમાં પણ પાર્ટીના સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની પહેલેથી અનિચ્છા દર્શાવી દીધી છે અને જેમના નામ જાહેર થયાં અથવા જાહેર થવાના હતાં તેઓ પણ હવે પીછેહઠ કરી રહ્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી લડવાથી દૂર રહેવા પાછળનું સૌથી મોટું કારણ છે ફંડનું.
પાર્ટી હાઇ કમાન્ડ દરેક બેઠક દીઠ 3થી 4 કરોડ રૂપિયા ખર્ચી શકે તેવું જણાવાયું છે. તેની સામે ભાજપ પોતાની નાણાંની કોથળી ખુલ્લી મૂકી દેશે તો ઉમેદવારને ચૂંટણીમાં પૂરતું જોર અજમાવવા માટે પોતાના ઘરની તિજોરીમાંથી પૈસા ખાલી કરવા પડે. હાલ પાર્ટીની જે સ્થિતિ છે તે જોતાં આટલા રૂપિયા ખર્ચવા છતાં જીત મળશે તે નક્કી નથી. આમ ગાંઠનું ગોપી-ચંદન ખર્ચીને પણ ઠાકરનાં દર્શન ન થાય તેવી સ્થિતિ હોવાથી ઘણા નેતાઓ પોતાની દાવેદારી પાછી ખેંચી રહ્યા છે. ઉમેદવાર પોતે ચૂંટણીપંચની આચારસંહિતાના નિયમો અનુસાર ખર્ચ માટે રૂ. 95 લાખની મર્યાદામાં બંધાયેલો છે. જો કે દેખીતી રીતે ઇનકાર કરનારા નેતાઓએ નવા લોકોને તક મળે અને પોતે પાર્ટીના ઉમેદવારને જીતાડવા મહેનત કરશે તેવી જાહેરાત કરી છે.
કોંગ્રેસના સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની પહેલેથી અનિચ્છા દર્શાવી અને જેમના નામ જાહેર થયાં તેઓ પણ પીછેહઠ કરી રહ્યા છે. જેમાં
1. પરેશ ધાનાણીની ના ભૂતકાળમાં રૂપાલાને હરાવનારા પરેશ ધાનાણીને રાજકોટમાં રૂપાલા સામે ઉતારવાનો વ્યૂહ હતો પણ તેઓ તૈયાર થયા નહીં.
2. પ્રતાપ દૂધાતની ના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પણ લોકસભા લડવાની ના પાડી. તેમના સ્થાને જેની ઠુમ્મરને ટિકિટ આપવાનું નક્કી કરાયું.
3. રોહન ગુપ્તાની ના અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવાર જાહેર થયા, જેના બીજા જ દિવસે પિતાની નાદુરસ્ત તબિયતનું બહાનું આપી પીછેહઠ કરી.
4. ભરતસિંહ સોલંકીની ના ભરતસિંહ છેલ્લી બે ચૂંટણીમાં આણંદમાં હાર્યા હતા. હવે તેમના પિતરાઈ અમિત ચાવડા ઉમેદવાર છે.
5. જગદીશ ઠાકોરની ના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ પીછેહઠ કરી. નવા લોકોને તક મળવી જોઈએ એવું કારણ આગળ ધર્યું.
6. હિંમતસિંહ પટેલની ના 2019માં અમદાવાદ પૂર્વ બેઠક પરથી હાર્યા હતા. પૂર્વ મેયરે પણ યુવાન ચહેરાને તક મળે તેવું કારણ ધર્યું હતું.
7. શૈલેશ પરમારની ના 2009માં તેઓ 90 હજાર કરતાં વધુ મતે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી હાર્યા હતા. બીજાને તક આપવાની જરૂર હોવાનું કારણ આપ્યું
કોંગ્રેસના આ ધુરંધરો દ્વારા પીછેહઠ કરાઈ તે પહેલાં કોંગ્રેસના 4 મોટાં નેતા પણ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસને ઉમેદવારોની ખોટ સર્જાઈ છે.
1 અર્જુન મોઢવાડિયાઃ પોરબંદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી હવે ફરીથી ભાજપથી વિધાનસભા ચૂંટણી લડી મંત્રીપદ પણ મેળવી શકે છે.
2 સી.જે. ચાવડાઃ વિજાપુર બેઠક પરથી રાજીનામું આપ્યું છે અને તેઓ પણ ભાજપની સરકારમાં મંત્રી પદ કે અન્ય મોટો હોદ્દો મેળવી શકે છે.
3 નારણ રાઠવાઃ રાજ્યસભા સાંસદ તરીકેની ટર્મ પૂરી થયા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ જોઇન કરી લીધું. ફરી રાજ્યસભા સાંસદ બની શકે.
4 અંબરિષ ડેરઃ રાજુલા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી હાર્યા હતા. ગુરુની સાથેસાથે કોંગ્રેસને રામરામ કરી ભાજપ સાથે હાથ મિલાવી લીધા.
ભાજપમાં બધું બરાબર નથી
આ તરફ ભાજપે તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જો કે વડોદરા અને સાબરકાંઠા બેઠક પરના ઉમેદવારો પ્રત્યે કાર્યકરોમાં અને સ્થાનિક સ્તરે વિરોધ નોંધાતાં આ ઉમેદવારોને બદલવાની ફરજ પડી છે. જેના ભાગરૂપે વડોદરાથી રંજનબહેન ભટ્ટના સ્થાને હેમાંગ જોશી અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરના સ્થાને
શોભનાબહેન બારૈયાને મેદાને ઉતારવામાં આવ્યા છે.

ગાંધીનગરઃ ગુજરાતી લોકસભાની 26 બેઠકો બે ટર્મથી ભાજપને ફાળે જાય છે અને આ વખતે ભાજપ તમામ બેઠકો પાંચ લાખથી વધુ વોટથી જીતવાના લક્ષ્યાંક સાથે હેટ્રિક કરવાના મૂડમાં છે. કોંગ્રેસના મોઢવાડિયા સહિતના દિગ્ગજ નેતાઓના પલાયનથી હાલ પક્ષનું મનોબળ તૂટેલું છે, તેમાં પણ પાર્ટીના સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની પહેલેથી અનિચ્છા દર્શાવી દીધી છે અને જેમના નામ જાહેર થયાં અથવા જાહેર થવાના હતાં તેઓ પણ હવે પીછેહઠ કરી રહ્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી લડવાથી દૂર રહેવા પાછળનું સૌથી મોટું કારણ છે ફંડનું. પાર્ટી હાઇ કમાન્ડ દરેક બેઠક દીઠ 3થી 4 કરોડ રૂપિયા ખર્ચી શકે તેવું જણાવાયું છે. તેની સામે ભાજપ પોતાની નાણાંની કોથળી ખુલ્લી મૂકી દેશે તો ઉમેદવારને ચૂંટણીમાં પૂરતું જોર અજમાવવા માટે પોતાના ઘરની તિજોરીમાંથી પૈસા ખાલી કરવા પડે. હાલ પાર્ટીની જે સ્થિતિ છે તે જોતાં આટલા રૂપિયા ખર્ચવા છતાં જીત મળશે તે નક્કી નથી. આમ ગાંઠનું ગોપી-ચંદન ખર્ચીને પણ ઠાકરનાં દર્શન ન થાય તેવી સ્થિતિ હોવાથી ઘણા નેતાઓ પોતાની દાવેદારી પાછી ખેંચી રહ્યા છે. ઉમેદવાર પોતે ચૂંટણીપંચની આચારસંહિતાના નિયમો અનુસાર ખર્ચ માટે રૂ. 95 લાખની મર્યાદામાં બંધાયેલો છે. જો કે દેખીતી રીતે ઇનકાર કરનારા નેતાઓએ નવા લોકોને તક મળે અને પોતે પાર્ટીના ઉમેદવારને જીતાડવા મહેનત કરશે તેવી જાહેરાત કરી છે.કોંગ્રેસના સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની પહેલેથી અનિચ્છા દર્શાવી અને જેમના નામ જાહેર થયાં તેઓ પણ પીછેહઠ કરી રહ્યા છે. જેમાં1. પરેશ ધાનાણીની ના ભૂતકાળમાં રૂપાલાને હરાવનારા પરેશ ધાનાણીને રાજકોટમાં રૂપાલા સામે ઉતારવાનો વ્યૂહ હતો પણ તેઓ તૈયાર થયા નહીં.2. પ્રતાપ દૂધાતની ના પૂર્વ ધારાસભ્ય  પ્રતાપ દૂધાતે પણ લોકસભા લડવાની ના પાડી. તેમના સ્થાને જેની ઠુમ્મરને ટિકિટ આપવાનું નક્કી કરાયું.3. રોહન ગુપ્તાની ના અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવાર જાહેર થયા, જેના બીજા જ દિવસે પિતાની નાદુરસ્ત તબિયતનું બહાનું આપી પીછેહઠ કરી.4. ભરતસિંહ સોલંકીની ના ભરતસિંહ છેલ્લી બે ચૂંટણીમાં આણંદમાં હાર્યા હતા. હવે તેમના પિતરાઈ અમિત ચાવડા ઉમેદવાર છે.5. જગદીશ ઠાકોરની ના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ પીછેહઠ કરી. નવા લોકોને તક મળવી જોઈએ એવું કારણ આગળ ધર્યું.6. હિંમતસિંહ પટેલની ના 2019માં અમદાવાદ પૂર્વ બેઠક પરથી હાર્યા હતા. પૂર્વ મેયરે પણ યુવાન ચહેરાને તક મળે તેવું કારણ ધર્યું હતું.7. શૈલેશ પરમારની ના 2009માં તેઓ 90 હજાર કરતાં વધુ મતે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી હાર્યા હતા. બીજાને તક આપવાની જરૂર હોવાનું કારણ આપ્યુંકોંગ્રેસના આ ધુરંધરો દ્વારા પીછેહઠ કરાઈ તે પહેલાં કોંગ્રેસના 4 મોટાં નેતા પણ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસને ઉમેદવારોની ખોટ સર્જાઈ છે.1 અર્જુન મોઢવાડિયાઃ પોરબંદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી હવે ફરીથી ભાજપથી વિધાનસભા ચૂંટણી લડી મંત્રીપદ પણ મેળવી શકે છે.2 સી.જે. ચાવડાઃ વિજાપુર બેઠક પરથી રાજીનામું આપ્યું છે અને તેઓ પણ ભાજપની સરકારમાં મંત્રી પદ કે અન્ય મોટો હોદ્દો મેળવી શકે છે.3 નારણ રાઠવાઃ રાજ્યસભા સાંસદ તરીકેની ટર્મ પૂરી થયા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ જોઇન કરી લીધું. ફરી રાજ્યસભા સાંસદ બની શકે.4 અંબરિષ ડેરઃ રાજુલા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી હાર્યા હતા. ગુરુની સાથેસાથે કોંગ્રેસને રામરામ કરી ભાજપ સાથે હાથ મિલાવી લીધા.ભાજપમાં બધું બરાબર નથીઆ તરફ ભાજપે તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જો કે વડોદરા અને સાબરકાંઠા બેઠક પરના ઉમેદવારો પ્રત્યે કાર્યકરોમાં અને સ્થાનિક સ્તરે વિરોધ નોંધાતાં આ ઉમેદવારોને બદલવાની ફરજ પડી છે. જેના ભાગરૂપે વડોદરાથી રંજનબહેન ભટ્ટના સ્થાને હેમાંગ જોશી અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરના સ્થાનેશોભનાબહેન બારૈયાને મેદાને ઉતારવામાં આવ્યા છે.


comments powered by Disqus