ગુજરાતમાં કઈ બેઠક પરથી કોણ લડશે?

Wednesday 27th March 2024 05:02 EDT
 
 

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના તમામ 26 બેઠકો પરના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યાં ભાજપ એકલાહાથે જ ચૂંટણી લડવા સક્ષમ છે. જેની સામે કોંગ્રેસે પોતાના 18 ઉમેદવારની સાથે આપના બે ઉમેદવારોને પણ મેદાને ઉતાર્યા છે.

ભાજપના 26 ઉમેદવાર

1 સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા
2 સાબરકાંઠા શોભના બારૈયા
3 અમરેલી ભરત સુતરિયા
4 મહેસાણા હરિભાઈ પટેલ
5 વડોદરા ડૉ. હેમાંગ જોશી
6 જૂનાગઢ રાજેશ ચૂડાસમા રિપીટ
7 કચ્છ વિનોદ ચાવડા- રિપીટ
8 બનાસકાંઠા રેખાબેન ચૌધરી
9 પાટણ ભરતસિંહ ડાભી રિપીટ
10 ગાંધીનગર અમિત શાહ રિપીટ
11 રાજકોટ પુરષોત્તમ રૂપાલા
12 પોરબંદર મનસુખ માંડવિયા
13 અમદાવાદ પ. દિનેશ મકવાણા
14 પંચમહાલ રાજપાલસિંહ જાદવ
15 આણંદ મિતેશ પટેલ રિપીટ
16 ખેડા દેવુસિંહ ચૌહાણ રિપીટ
17 દાહોદ જશવંત ભાભોર રિપીટ
18 ભરૂચ મનસુખ વસાવા રિપીટ
19 બારડોલી પ્રભુ વસાવા રિપીટ
20 નવસારી સી.આર.પાટીલ રિપીટ
21 જામનગર પુનમ માડમ રિપીટ
22 અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ રિપીટ
23 છોટાઉદેપુર જશુભાઇ રાઠવા
24 વલસાડ ધવલ પટેલ
25 ભાવનગર નિમુબેન બાંભણિયા
26 સુરત મુકેશ દલાલ

કોંગ્રેસ-‘આપ’ના ઉમેદવાર

1 પોરબંદર લલિત વસોયા
2 બનાસકાંઠા ગેનીબહેન ઠાકોર
3 અમદાવાદ પ. ભરત મકવાણા
4 બારડોલી સિદ્ધાર્થ ચૌધરી 5 કચ્છ નીતિશ લાલન
6 વલસાડ અનંત પટેલ
7 પાટણ ચંદનજી ઠાકોર
8 ગાંધીનગર સોનલ પટેલ
9 રાજકોટ ??
10 જામનગર જે.પી. મારવિયા
11 આણંદ અમિત ચાવડા
12 ખેડા કાળુસિંહ ડાભી
13 પંચમહાલ ગુલાબસિંહ ચૌહાણ
14 દાહોદ પ્રભાબહેન તાવિયાડ
15 સાબરકાંઠા ડો. તુષાર ચૌધરી
16 છોટાઉદેપુર સુખરામ રાઠવા
17 સુરત નિલેશ કુંભાણી
18 અમરેલી જેનીબહેન ઠુમ્મર
19 ભરૂચ આપ
20 ભાવનગર આપ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભાવનગર અને અહેમદ પટેલના વર્ચસ્વવાળી ભરૂચ બેઠક આપને સોંપી છે. જે અંતર્ગત ભરૂચ બેઠકથી ચૈતર વસાવા અને ભાવનગર બેઠકથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ચૂંટણી લડશે.

• ભાજપમાં મહિલા ઉમેદવારોની સંખ્યા છઠ્ઠા ભાગથી પણ ઓછીઃ ભાજપ સરકારે મહિલા અનામત બિલ દ્વારા ત્રીજા ભાગની બેઠકો સુરક્ષિત રાખવા જોગવાઈ કરી હતી, પરંતુ ગુજરાતમાં 26 પૈકી માત્ર 4 મહિલાને જ તક આપી છે, આમ મહિલાઓની સંખ્યા છઠ્ઠા ભાગથી પણ ઓછી થઈ.

• જ્ઞાતિ-જાતિનાં સમીકરણો યથાવત્ઃ ભાજપે તમામ ઉમેદવારો જ્ઞાતિ-જાતિ સમીકરણોની પરંપરા અનુસાર પસંદ કર્યા છે. આ જોતાં ભાજપે કોળી, ઠાકોર, આહિર, આંજણા ચૌધરી, ઓબીસી, કડવા પટેલ, લેઉવા પટેલ, વણિક, મરાઠી, બ્રાહ્મણ ઉપરાંત એસસી અને એસટીના ઉમેદવારોને તક આપી છે.


comments powered by Disqus