ઘોરાડની સંખ્યા ઘટવાની શરૂઆત 1960થીઃ કેન્દ્ર સરકાર

Tuesday 26th March 2024 05:27 EDT
 
 

ભુજઃ ઘોરાડ પક્ષીની સંખ્યામાં ઘટાડો થવાની શરૂઆત વર્ષ 1960થી થઈ છે તેમ કેન્દ્રએ 21 માર્ચે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું. આ સાથે જ ઘોરાડની સંખ્યા ઘટવા પાછળ જન્મદર, શિકાર, પર્યાવરણીય પરિબળો, રહેઠાણનો વિનાશ સહિત કેટલાંક કારણો છે, જેના થકી આ પક્ષીઓ વિલુપ્તિના આરે આવીને ઊભાં રહી ગયાં છે. આ અંગે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે હાલમાં ઘોરાડની સંખ્યા અને તેમના સંવર્ધન અંગે શું થઈ શકે તેની માહિતી મેળવી હતી.


comments powered by Disqus