નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 ઓગસ્ટ, 2023ના રોજ કહ્યું હતું કે, ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટને 'શિવ શક્તિ' પોઇન્ટ કહેવાશે. જાહેરાતના લગભગ સાત મહિના પછી 19 માર્ચે એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા તેનું નામ મંજૂર કરાયું છે. ચંદ્રયાન-3 14 જુલાઈએ શ્રીહરિકોટાથી લોન્ચ કરાયું હતું. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6:04 કલાકે ચંદ્ર પર ઉતર્યું હતું. તે જ્યાં ઉતર્યું તેનું સત્તાવાર નામ હવે શિવશક્તિ પોઈન્ટ જાહેર કરાયું છે.