સુરતઃ દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદે પ્રિ-એક્ટિવ સિમકાર્ડ મોકલવાના રેકેટનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 શખ્સને 192 સિમકાર્ડ સાથે દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલાં જ ઝડપ્યા હતા.
સુરતમાં એસઓજી ટીમને પ્રિએક્ટિવ સિમકાર્ડના કૌભાંડની માહિતી મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી સિમકાર્ડની ડિલિવરી આપવા આવનારા અજય સોજિત્રા અને ડિલિવરી લેવા આવનારા દુબઈના વતની સહદ બાગુનાને ઝડપી પાડ્યા હતા.
આરોપી અજય સોજિત્રાએ જણાવ્યું કે, સુરતથી પ્રિએક્ટિવ સિમકાર્ડ રૂ. 1200થી 1400માં ખરીદાતા હતા, જેને દુબઈમાં રૂ. 5 હજારમાં વેચી દેવાતા હતા.