નવી દિલ્હીઃ ભારતીય નેવીએ શનિવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમણે વિભિન્ન સમુદ્રી ચાંચિયા વિરોધી અભિયાનોમાં 102 લોકોને બચાવી લીધા હતાં જેમાં 27 પાકિસ્તાની નાગરિકો તથા 30 ઇરાની નાગરિકોનો સમાવેશ થાય છે. ભારતીય નેવીએ જણાવ્યું હતું કે ઓપરેશન સંકલ્પ અને અન્ય મિશનો સહિત અરબ સાગરમાં સમુદ્રી ચાંચિયા વિરોધી અભિયાનો ઉપરાંત તેમણે 110 લોકોનો જીવ બચાવવા માટે હુમલાની 13 ઘટનાઓનો પણ જવાબ આપ્યો હતો, જેમાં 45 ભારતીય અને 65 આંતરરાષ્ટ્રીય નાગરિકોનો સમાવેશ થતો હતો. ઈન્ડિયન નેવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ઓપરેશન સંકલ્પ અને અન્ય અભિયાનો દરમિયાન ભારતીય નેવીના જવાનોએ ઓપરેશનમાં 110 લોકોનો જીવ બચાવ્યો હતો, જેમાં 45 ભારતીય નાગરિકો અને 65 આંતરરાષ્ટ્રીય નાગરિકોનો સમાવેશ થયો હતો. આ દરમિયાન નેવીએ હુમલાની કુલ 13 ઘટનાનો જવાબ આપ્યો હતો. નોંધનીય છે કે અરબ સાગરમાં ક્ષમતાઓને વેગ આપતાં ભારતીય નેવીએ ક્ષેત્રમાં કોઈપણ સમુદ્રી ચાંચિયાનો અથવા ડ્રોન હુમલો નિષ્ફળ બનાવવા માટે અન્ય સર્વેલન્સ વિમાનો સાથે 10 યુદ્ધ જહાજો તૈનાત કરવામાં
આવ્યા છે.