પદ્મભૂષણ ડો. તેજસ પટેલનું MSCAI એવોર્ડથી સન્માન કરાશે

Wednesday 27th March 2024 05:03 EDT
 
 

અમદાવાદઃ હૃદયની ખામીઓ અને ખૂબીઓ સવ્યસાચીની માફક બખૂબીથી પરખનાર, એક કેળવાયેલા અને કૌશલ્યવાન કાર્ડિયોલોજિસ્ટ ડો. તેજસ પટેલની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. તાજેતરમાં જ ભારત સરકારે તેઓને પદ્મશ્રી બાદ પદ્મભૂષણથી નવાજ્યા છે અને હવે ડો. તેજસ પટેલનું ફેલો ઓફ ધ માસ્ટર ઓફ સોસાયટી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર એન્જિયોગ્રાફી એન્ડ ઇન્ટરવેન્શન (MSCAI) એવોર્ડ દ્વારા સન્માન થનાર છે. આ ઘટનાક્રમ અમદાવાદ શહેર અને સમગ્ર ગુજરાત માટે એક મોટા ગૌરવસમાન છે.
MSCAI એવોર્ડ માટે એક કાર્ડિયોલોજિસ્ટ તરીકે પસંદગી પામવી મતલબ તે ડોક્ટરને વિશ્વભરના અપવાદરૂપ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે અત્યંત પ્રતિષ્ઠિત રીતે સર્વસ્વીકૃતિ આપવા બરાબર છે. આ એવોર્ડના મહત્ત્વ અંગે ડો. પટેલે કહ્યું કે, ‘આ એવોર્ડથી ગૌરવ અનુભવું છું. પોતાની જાતને પુરવાર કરવા આ એવોર્ડને લાયક બનવું પડે છે’. યાદ રહે MSCAI એવોર્ડ માટે સમગ્ર વિશ્વમાંથી ફક્ત સાત કે આઠ ડોક્ટરોની પસંદગી કરવામાં આવે છે અને તેમાં ડો. પટેલની પસંદગી કરાઈ છે.


comments powered by Disqus