ઉનાઃ કરાંચીની લાડી જેલમાં 28 માસથી બંધક ઊનાના પાલડી ગામે રહેતા ભુપતભાઈ બાબુભાઈ સોલંકીએ તેમના પરિવારજનોને લખેલો દર્દનાક પત્ર સામે આવ્યો છે. 270 માછીમારોને છોડાવવા રજૂઆત કરવા પત્રમાં દર્દનાક રીતે જણાવતાં બાબુભાઈનાં સગાંસંબંધીઓ પાલડી ગામે તા.પં. ના સભ્ય કમલેશભાઈ સોલંકી સમક્ષ રજૂઆત કરી હતી. પત્રમાં જણાવાયું છે કે, પાકિસ્તાનની જેલોમાં ભારતીય કેદીઓને સારવાર ન મળતાં તેઓ મરી રહ્યા છે. અહીં મોત આવે તે પહેલાં ભારત સરકારનાં પ્રતિનિધિઓ અમને છોડાવે.