ભુજઃ કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં લાગેલી આગ 48 કલાકથી વધુ સમય સુધી ભભૂકતી રહી હતી અને તેના કારણે આ ચરિયાણ વિસ્તારના 10 કિ.મી.માં ઘાસ રાખ થઈ જતાં પશુપાલકો ચિંતામાં મુકાયા છે.
ભુજ તાલુકાના દુર્ગમ હજીપીર પાસેના દક્ષિણ બન્ની વિસ્તારમાં લહેરાતા ઘાસિયા મેદાનમાં કોઈ કારણસર આગ ભભૂકી હતી. એશિયાના સૌથી મોટા ગ્રાસલેન્ડના બુરકલ અને આસપાસના વિસ્તારમાં લાગેલી આગ સતત બે દિવસ સુધી સળગતી રહી હતી.