ગાંધીધામ: કંડલા મહાબંદરની સાથે મુંદ્રા બંદર પણ ધમધમતું હોવાથી શિપિંગ અને આયાત - નિકાસ કરતાં એકમો તો લાંબા અરસાથી ધમધમે છે, પરંતુ વધતા જતા ઔદ્યોગિક વિકાસના કારણે એક્સપોર્ટ - ઈમ્પોર્ટ આધારિત એકમોની સંખ્યા વધી છે.
હાલમાં ઉદ્યોગ સ્થાપવામાં પોર્ટ આધારિત ઉદ્યોગોએ માત્ર ઉદ્યોગની જ મંજૂરી લેવી પડે. બાકીની તમામ કામગીરી ન કરવી પડે તે માટે મુંદ્રા તાલુકાના હટડી પાસે શરૂ કરાયેલા પોર્ટબિઝ પાર્કમાં 8 કંપની કાર્યરત્ કરવા કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જેનાથી ટૂંક સમયમાં 16 એકમ કાર્યરત્ થશે.
આગામી વર્ષોમાં આ બિઝનેસ પાર્ક થકી વ્યાપક રોજગારીની તકો ઉપલબ્ધ થશે. પોર્ટ બિઝના એમ.ડી. મહેશ પુજના જણાવ્યા પ્રમાણે જર્મનીમાં આ પ્રકારના બિઝનેસ પાર્કનો કોન્સેપ્ટ જોયો અને તેના આધારે કંડલા અને મુંદ્રા પોર્ટ નજીક પડે તે હેતુથી હટડી પાસે આ પ્રકલ્પ આરંભાયો છે.

