અમદાવાદઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે સુઓમોટો અરજીમાં હાઇકોર્ટે ઓરેવા કંપનીને એવી ટકોર કરી હતી કે તમે મોરબી પાસેથી કમાયા છો, તો મોરબીને દત્તક લેવું જોઈએ.
કંપનીના સીએમડી જેલમાં હોય એનાથી ઉત્પાદન ઘટવાનું નથી. દુર્ઘટનામાં અનાથ થયેલાં બાળકોના ભવિષ્ય માટે ઓરેવા કંપનીએ આજીવન મદદ કરવી જોઈએ. વિધવા મહિલાઓને બાળકોના ઉછેર માટે બહાર નીકળવું પડે છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ઓરેવા કંપનીને એવી ટકોર કરી હતી કે, ઝૂલતા પુલ દુર્ઘટનામાં અનાથ બનેલાં બાળકોનો શિક્ષણનો ખર્ચ ઓરેવા કંપની ઉપાડી લે તો વિધવા માતાઓને નોકરી કરવા બહાર ન જવું પડે.
મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં 14 મહિનાથી મોરબી જેલમાં કેદ જયસુખ પટેલના હાઇકોર્ટમાં જામીન નામંજૂર થયા બાદ સુપ્રીમ કોર્ટે 22 માર્ચે તેમના જામીન મંજૂર કર્યા હતા. પાસપોર્ટ જમા લેવા, અન્ય શરતોનું પાલન કરવા પણ જયસુખને આદેશ કરાયો છે.