ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં સોમવારે પૂનમના દિવસે જ ફૂલડોલોત્સવની ઉજવણી કરાઈ. ધુળેટીના દિવસે યાત્રાધામ ડાકોરમાં હૈયાથી હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ ઊમટી હતી. પૂનમ અને ફૂલડોલોત્સવની એક જ દિવસે ઉજવણી કરાતાં રણછોડરાયના ભક્તો ગેલમાં આવી ગયા હતા. સમગ્ર મંદિર પરિસર "જય રણછોડ માખણ ચોર"ના જયઘોષથી ગૂંજી ઊઠ્યું હતું. મંગળા આરતીનાં દર્શન કરી ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. જે બાદ સવારે 9 વાગ્યે ફૂલડોલોત્સવ મહોત્સવમાં ભગવાન કૃષ્ણ વ્રજવાસીઓ સાથે ધુળેટી રમ્યા હતા, તે જ ભાવથી ભક્તો ધુળેટી રમ્યા હતા.

