નવી દિલ્હીઃ સરકારની કલ્યાણકારી અને વળતર અંગેની યોજનાઓ થકી સીધા લાભાર્થીઓનાં બેન્ક ખાતામાં રૂપિયા જમા કરાવવા માટે કેન્દ્ર સરકારે અપનાવેલી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ થકી સરકારને ગત નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 63,700 કરોડની બચત થઈ. વિવિધ લાભકારી યોજનામાં થતી ગેરરીતિઓને નિયંત્રિત કરવાથી ગત 9 વર્ષમાં કેન્દ્ર સરકારને અંદાજે રૂ. 3.5 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આ રકમ પ્રોત્સાહન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીઆઇએલ) સ્કિમના બજેટ કરતાં 75% વધુ છે. વર્ષ 2030 સુધીનાં 10 વર્ષમાં ખાનગી રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય પૂરું પાડવા માટે સરકારે 14 ઉદ્યોગ ક્ષેત્રો માટે પીએલઆઇ સ્કિમ માટે રૂ. 2 લાખ કરોડના બજેટની જોગવાઈ કરી છે. યુપીએ સરકારે પોતાના છેલ્લા વર્ષ 2013-14માં રૂ. 7367 કરોડની એલબીજી સબસિડી માટે આધાર-મોબાઇવૃલિંક્ડ ડીપીટી વ્યવસ્થા શરૂ કરી હતી.