વિસનગરઃ મહેસાણાના વિસનગરમાં ખાસડા યુદ્ધ રમી ધુળેટીની અનોખી ઉજવણી કરવાની પરંપરા 150 વર્ષથી ચાલી રહી છે. વિસનગરના મંડી બજારમાં એકબીજાને ખાસડાં મારીને ધુળેટીની ઉજવણી કરાઈ હતી. જો કે સમય જતાં હવે ખાસડાની જગ્યા શાકભાજીએ લીધી છે.
વિસનગરમાં વર્ષોથી ચાલતી પરંપરા
આસુરી શક્તિ પર વિજયની ખુશાલીરૂપે હોળી ધુળેટી પર્વ રંગોથી મનાવાય છે, પરંતુ વિસનગરમાં આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. તામ્રનગરી વિસનગરમાં ધુળેટીનું પર્વ રંગોને બદલે એકબીજા તરફ જૂતાં-ચંપલ ફેંકી ખાસડાં યુદ્ધ કરી મનાવાય છે. વહેલી સવારથી જ આ યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકી ઉજવણી કરી હતી. કહેવાય છે કે જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે.

