મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને ભારતના કુખ્યાત ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનમાંથી ડિપોર્ટ કરાવવામાં સફળતા મળી છે. શુક્રવારે મોડી રાત્રે 12 વાગ્યે કુખ્યાત ગેંગસ્ટરને મુંબઈ લઈ અવાયો છે.
• વાયુસેનાના પૂર્વ પ્રમુખ ભદોરિયા ભાજપમાંઃ વાયુસેનાના પૂર્વ પ્રમુખ આરકેએસ ભદોરિયા ભાજપમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેમને પાર્ટીના સભ્ય બનાવ્યા હતા. રાફેલ ઉડાડનારા પાઇલોટમાં દેશના 26મા એર ચીફ માર્શલ ભદોરિયાનો સમાવેશ થાય છે.
• કેશ ફોર ક્વેરીઃ મહુઆ મોઇત્રા પર સીબીઆઇ દરોડાઃ કેશ ફોર ક્વેરી કેસમાં CBIએ શનિવારે તૃણમૂલ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અને પૂર્વ સાંસદ મહુઆના ઘરે દરોડા પાડયા. CBIની ટીમોએ મહુઆના કોલકાતાના નિવાસસ્થાન અને નાદિયાના કૃષ્ણનગરમાં તેના એપાર્ટમેન્ટની તપાસ કરી. મહુઆ કૃષ્ણનગરથી સાંસદ હતી અને અહીંથી ફરી ચૂંટણી લડશે.
• ભારતીયોને હૈતીથી બહાર કાઢવા માટે ઓપરેશન ઇન્દ્રાવતી શરૂઃ વિદેશપ્રધાન એસ. જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતે હૈતીમાં રહેલા પોતાના નાગરિકોને ખસેડીને ડોમિનિક રિપબ્લિક પહોંચાડવા માટે ઓપરેશન ઇન્દ્રાવતી શરૂ કર્યુ છે.
• ISISનો ભારતનો પ્રમુખ આસામના ઘુબરીમાંથી પકડાયોઃ આતંકવાદ વિરોધી ભારતની લડતમાં આસામ પોલસીને એક મોટી સફળતા મળી છે. આઈએસ ભારતનો વડો હારિસ ફારુકી તેના સાગરીત સાથે બાંગ્લાદેશ સીમા પાર કરીને આસામના ઘુબરીાં પહોંચ્યો હતો, જ્યાંથી તેને પકડી પાડવામાં આવ્યો છે.
• શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં મસ્જિદ કમિટીની અરજી ફગાવીઃ મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મસ્જિદ કમિટીની અરજી મંગળવારે ફગાવી દીધી હતી. મસ્જિદ કમિટીએ આ વિવાદ સંબંધી 15 કેસને એકસાથે જોડીને સુનાવણી કરવાના અલાહાબાદ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.