સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ધુળેટી પર્વની રંગેચંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી. 51 હજાર કિલો નેચરલ કલર અને 400 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ પર 70 ફૂટ ઊંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો પર રંગોના બ્લાસ્ટ કરાયા હતા. 60 જેટલા નાસિક ઢોલના તાલે હજારો ભક્તો ઝૂમી ઊઠ્યા હતા અને દાદાના રંગે રંગાયા હતા.