નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના ગેરલાયક ઠરેલા છ ધારાસભ્યો અને તાજેતરમાં રાજીનામું આપનારા ત્રણ અપક્ષો સહિત કુલ નવ ભૂતપૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતાં. આ ધારાસભ્યો હવે ભગવા પક્ષના ઉમેદવાર તરીકે પોતપોતાની બેઠકો પરથી પેટાચૂંટણી લડે તેવી શક્યતા છે.
ચૂંટણી પંચે છ બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે.તેઓ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, હિમાચલપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને રાજ્ય એકમના અધ્યક્ષ રાજીવ બિંદલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતાં. ભૂતપૂર્વ ધારાસભ્યોમાંથી છ કોંગ્રેસના ધારાસભ્યો હોવા છતાં, તાજેતરની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ટેકો આપ્યો હતો. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની તરફેણમાં વોટિંગ કર્યા પછી કોંગ્રેસના છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હતા.