આંદામાનમાં આશરે રૂ. 25000 કરોડનું 6000 કિલો ડ્રગ્સ જપ્ત

Wednesday 27th November 2024 05:05 EST
 
 

પોર્ટબ્લેરઃ ભારતીય તટરક્ષક દળ (કોસ્ટગાર્ડ)એ આંદામાન જળક્ષેત્રમાં એક માછલી પકડવાના જહાજમાંથી 6000 કિલોગ્રામ ડ્રગ્સનો એક મોટો જથ્થો પકડ્યો છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ કોસ્ટ ગાર્ડ તરફથી પકડાયેલો હમણાં સુધીનો ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.25,000 કરોડની આસપાસ હોવાનું મનાય છે. જહાજની સાથે 6 લોકોની પણ ધરપકડ કરાઇ છે.
એક અધિકારીએ જણાવ્યું કે, કોસ્ટગાર્ડે નશાયુક્ત પદાર્થ વિરોધી અભિયાનમાં આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહ પાસેથી 6000 કિલો મેથેફેટામાઈન લઈ જતા જહાજને પકડ્યું છે. ડ્રગ્સના જથ્થાને બે કિલોના લગભગ 3000 પેકેટમાં લઈ જવાતો હતો.


comments powered by Disqus