નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને આશરો આપનારા તેમજ મદદગારો પર સકંજો કસવાની તૈયારી તેજ થઇ છે. NIAએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની સાથે મળીને એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. તે હેઠળ આતંકીઓને આશરો આપવા, તેઓની મદદ કરવા તેમજ બિન-નિવાસી પર હુમલામાં સામેલ લોકોની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે.
એનઆઇએએ આ વર્ષે ફેબ્રુઆરીમાં શ્રીનગરના શાલા કદરમાં બેબિન- સ્થાનિક નાગરિકોની હત્યાને મામલે કાર્યવાહી કરી છે. લશ્કરના આતંકી આદિલ મંજૂર લંગૂની સંપત્તિ યુએપીએ કાયદાની કલમ 25-કે હેઠળ જપ્ત કરાઇ છે. તેની સાથે જ ઉત્તર કાશ્મીરમાં 4 અન્ય આતંકીઓને શરણ આપનારા લોકોની સંપત્તિ પણ જપ્ત કરાઈ છે. હંદવાડાના અબ્દુલ મજીદ મલ્લા, અબ્દુલ રશીદ મીર, અરશદ અહમદ પરે અને પાલપોરાના સજ્જાદ અહમદ બટની સંપત્તિ- જમીન જપ્ત કરાઈ છે. તેની સંપત્તિની કુલ કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ બતાવાઈ રહી છે. એનઆઇએ દ્વારા હજુ આશરો આપનારાની યાદી બનાવાઇ રહી છે.

