ન્યૂમોનિયા નાબૂદી માટે ભારતે પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક બનાવી

Wednesday 27th November 2024 05:05 EST
 
 

નવી દિલ્હીઃ ભારતના વૈજ્ઞાનિકોએ કમ્યુનિટી- એક્વાયર્ડ બેક્ટિરિયલ ન્યૂમોનિયા નામના સંક્રમણના ઈલાજ માટે પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક દવા તૈયાર કરી છે. 3 દિવસમાં રોજના એક-એક ડોઝથી આ સંક્રમણને ઘટાડી શકાય છે. આ દવા માટેનાં ક્લિનિકલ પરીક્ષણની સમીક્ષા બાદ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ની વિષયનિષ્ણાત સમિતિએ વયસ્કો માટે ઉપયોગની ભલામણ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે આ એન્ટિબાયોટિકને મિકનાફ નામ અપાયું છે.


comments powered by Disqus