નખત્રાણા રાજપૂત ક્ષત્રિય સમાજને રૂ. 3.50 કરોડનું દાન

Wednesday 28th August 2024 06:02 EDT
 
 

નખત્રાણા: શનિવારે તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના શૈક્ષણિક ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી, જેમાં એમ.કે. જાડેજા છાત્રાલય તથા સમાજવાડી માટે વિચારણા હાથ ધરાતાં રૂ. 3.50 કરોડનું દાન જાહેર થયું હતું. સભામાં જરૂરી ફંડ માટે એક ટહેલ કરતાં એક કલાકમાં જ નખત્રાણા ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાઓએ બાંધકામ માટે રૂ. 3.5 કરોડનું દાન આપ્યું હતું. સમાજ ભવનના દાતા સ્વ. લખાજી દેવાજી જાડેજા પરિવારે રૂ. 65 લાખ, અર્જુનસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દ્વિતીય ક્રમે રૂ. 31 લાખનું દાન કર્યું હતું.


comments powered by Disqus