સુરતઃ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર કરાયેલા ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઇમબ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી હુમલાખોરોએ ફેંકેલાં હથિયારો શોધી કાઢ્યાં છે. મંગળવારે મુંબઈના 14 તરવૈયાએ 25 કલાકમાં તાપીમાંથી 2 પિસ્તોલ, 4 મેગેઝિન, 17 કાર્ટિજ શોધ્યાં હતાં. ઉતરાણ બ્રિજ પરથી હુમલાખોરોએ પહેલા લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને વીડિયો કોલ કરી વાત કરી હતી અને પછી ફોન અને બંને પિસ્તોલ લોડેડ કરી તાપીમાં ફેંકી દીધી હતી.

