‘રાજા-રજવાડા અફીણના નશામાં પડ્યા રહેતા’ઃ ‘આપ’ના ઉમેદવારનો બફાટ

Wednesday 01st May 2024 05:28 EDT
 
 

ભાવનગરઃ રાજા-રજવાડાં વિષે રાજકોટમાં ભાજપના ઉમેદવારની ટિપ્પણી બાદ હવે ભાવનગરમાં 'આપ' ના ઉમેદવાર ઉમેશ મકવાણાએ વિવાદિત નિવેદન કર્યું છે. 'આપ' ના ઉમેદવાર ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે અંગ્રેજોએે તેમને અફીણની લતે ચડાવી દીધા. રાજા- મહારાજાને જીતી શકાય તેમ નહોતા, પરંતુ અફીણના વ્યસની બનાવ્યા. રાજા- રજવાડાંના લોહીમાં અફીણનું વ્યસન ઘૂસી ગયું લોકો પણ વ્યસની બની ગયા. ઉમેશ મકવાણાના નિવેદનના ક્ષત્રિય સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. ક્ષત્રિય આગેવાનોએે કહ્યું કે, ભાજપની જેમ હવે કોંગ્રેસ અને 'આપ'નો પણ વિરોધ થવો જોઈએ. 


comments powered by Disqus