નવી દિલ્હીઃ લીકર કેસનો સામનો કરી રહેલા આપ નેતા સંજયસિંહ આખરે 181 દિવસ બાદ મંગળવારે 3 એપ્રિલે જામીન મળ્યા છે. જો કે જ્યાં સુધી નીચલી અદાલતમાં ટ્રાયલ ચાલશે, ત્યાં સુધી સંજયસિંહ જામીન પર બહાર રહેશે અને કોર્ટની સુનાવણી દરમિયાન તેમને કોર્ટમાં હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટમાં તેમની જામીન અરજીની સુનાવણી દરમિયાન ઈડી દ્વારા વિરોધ કરાયો નહોતો.

