મહેસાણાઃ ઊંઝાની ઉનાવા દેશની વાડીમાં મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલના વિધાનસભાના પ્રવાસને લઈ બેઠક યોજાઈ હતી. જેમાં ઊંઝાના કોંગ્રેસના પીઢ નેતા અને 2019 વિધાનસભાના ઉમેદવાર કામુ પટેલે કેસરિયો ધારણ કર્યો હતો.
આ કાર્યક્રમમાં અગ્રણીઓ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે બૂથ લેવલથી માંડીને તાલુકાના હોદ્દેદારોને ચૂંટણી અંતર્ગત કામગીરીના આયોજનરૂપે માર્ગદર્શન અપાયું હતું.

