ભુજઃ કચ્છ કોંગ્રેસમાં અવિરત ભંગાણ થઈ રહ્યું છે. કચ્છ કોંગ્રેસ પ્રવક્તા દીપક ડાંગર, એનએસયુઆઇના જિલ્લા પ્રમુખ તીર્થરાજસિંહ મકવાણા, જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી નીલયગિરિ ગોસ્વામી સહિતના કોંગ્રેસ કાર્યકરો પ્રદેશ ભાજપ મહામંત્રી, સાંસદ વિનોદ ચાવડા અને કચ્છભાજપ અધ્યક્ષ દેવજી વરચંદના હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખતમ થઈ ચૂકી છે. દિશાવિહીન નેતૃત્વથી અનેક કાર્યકરો તેને અલવિદા કહી રહ્યા છે. દેવજી વરચંદે આ કોંગ્રેસીઓને આવકારતાં જણાવ્યું હતું કે, દેશદાઝની ભાવના સાથે જોડાયેલી પ્રત્યેક વ્યક્તિનું હરહંમેશ સ્વાગત છે.

