ગોમતી નદીમાં ભરતી આવતાં 40થી વધુ યાત્રી ફસાયા

Wednesday 03rd April 2024 06:47 EDT
 
 

ભગવાન દ્વારકાધીશનાં દર્શન પહેલાં ગોમતી સ્નાનનું અનેરું મહત્ત્વ છે, જેમાં ગોમતી નદી પર આવેલ સુદામાસેતુ પાર કરી પંચકુઈના દર્શન કરવા યાત્રિકો જતા હોય છે. મોરબી પુલ દુર્ઘટના બાદ દ્વારકાના સુદામાસેતુને બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના લીધે બહારગામથી પધારતા યાત્રિકોને નદીમાં પગપાળા દર્શન કરવા ગયા હતા. જો કે આ સમયે ભરતી આવી જતાં દ્વારકા ગોમતી ઘાટ ખાતે 40 યાત્રી ફસાઈ ગયા હતા. ફાયર વિભાગ તથા સ્થાનિક લોકોના સહયોગથી બોટ દ્વારા આ તમામ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus