જામનગરમાં નરેશ પટેલનું કોંગ્રેસ ઉમેદવારને સમર્થન

Wednesday 03rd April 2024 06:47 EDT
 
 

રાજકોટઃ જામનગર બેઠક પર ભાજપનાં આહિર ઉમેદવાર પૂનમ માડમ સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર જે.પી. મારવિયાને ટિકિટ આપી છે. જ્ઞાતિ સમીકરણો વચ્ચે સમાજના આગેવાનોની બેઠકો થઈ હતી, જેમાં ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે, પાટીદારને ટિકિટ આપી તે બદલ હું કોંગ્રેસનો આભાર માનું છું, અમારો પ્રયાસ હંમેશાં એ હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારને બેઠક મળવી જોઈએ. આમ નરેશ પટેલે કોંગ્રેસ ઉમેદવારને સીધું સમર્થન આપ્યું હતું.


comments powered by Disqus