નવી દિલ્હીઃ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિન્દુઓને પૂજાપાઠ કરવાની છૂટ અપાઈ છે. જેની સામે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં મસ્જિદ કમિટી દ્વારા અપીલ કરાઇ હતી. અને પૂજાપાઠ અટકાવવા માગ કરાઈ હતી, જોકે આ અપીલને નકારી દેવામાં આવી છે. સાથે જ જે સ્થિતિ હાલ છે તેને જાળવી રાખવા કહ્યું છે. તેથી વ્યાસજીના ભોંયરામાં પૂજાપાઠ યુથાવત રહેશે. સાથે જ મુસ્લિમો પણ નમાઝ પઢી શકશે. મસ્જિદ કમિટી તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે મસ્જિદ પર કબજો કરવા પ્રયાસ થઇ રહ્યો છે, અયોધ્યામાં પણ આવું જ જોવા મળ્યુંું હતું.

