દાહોદમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ઝાલોદના રણિયાર તથા ગરબાડાના ગાંગરડીમાં પરંપરાગત ચુલનો મેળો ભરાયો હતો. જેમાં માનવમહેરામણ ઊભરાયું હતું. ચુલના મેળામાં એક ચુલ (ખાડો) ખોદવામાં આવે છે. તેમાં લાકડાં સળગાવી તેના ધગધગતા અંગારા પર માનતા રાખનારા લોકો આસ્થાભેર ચાલતા હોય છે.

