દેસાઈ બંધુઓના રૂ. 600 કરોડના બેનામી વ્યવહાર મળ્યા

Wednesday 03rd April 2024 06:47 EDT
 
 

અમદાવાદઃ ગત બુધવારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દેસાઈ ગ્રૂપ પર પાડેલા દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. દેસાઇ ગ્રૂપના 20થી વધારે જગ્યાએ પાડેલા દરોડામાં અધિકારીઓને રૂ. 600 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા હતા. ઉપરાંત વ્યાજે રૂપિયા ફેરવતા હોવાની વિગતો મળી આવી હતી, જેના આધારે દેસાઈ ગ્રૂપના ગૌરાંગ દેસાઈ અને રાજુ દેસાઈનાં નિવેદનો લેવાઈ રહ્યાં છે. જોકે હજુ બેંક એકાઉન્ટ અને બેંક લોકરોની તપાસ બાકી છે, જે અગામી દિવસોમાં ઓપરેટ કરવામાં આવતા કરચોરીનો આંક વધશે.
ડિપાર્ટમેન્ટે માર્ચ એન્ડિંગમાં દરોડા પાડીને મોટી કરચોરી ઝડપી પાડી હતી. નવરંગપુરાની ગોપાલ ડેરી અને આશ્રમ રોડ પરની રિવર વ્યુ હોટેલના સંચાલકો રાજુ દેસાઈ અને ગૌરાંગ દેસાઈના બંગલા, ડેરી તથા હોટેલ સહિત 20 જગ્યાએ ઇન્કમટેક્સના 120 અધિકારીએ બુધવારે સવારે દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી.
6 દિવસની કાર્યવાહીના અંતે અધિકારીઓને રૂ. 600 કરોડના બેનામી વ્યવહારોની માહિતી મળી હતી. ઉપરાંત વ્યાજે રૂપિયા ફરતા હોવાની માહિતી પણ મળી આવી છે. ઉપરાંત દેસાઈ બંધુઓનાં
બેંક લોકર, ખાતાંને ટાંચમાં લેવાયાં છે.


comments powered by Disqus