પત્ની પાણી આપતી નથી, તેવા સલાહ આપતાઃ નીતિન પટેલ

Wednesday 03rd April 2024 07:26 EDT
 
 

મહેસાણાઃ મંગળવારે વિશ્વ ઉમિયાધામ દ્વારા યોજાયેલા રથના વધામણાં સમયે ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રીના કાર્યકાળ દરમિયાન સલાહ આપનારા લોકોને ફરી આડેહાથ લેતાં કહ્યું હતું કે, ઘરમાં જેમની પત્ની પાણીનો ગ્લાસ નથી આપતી, એવા લોકો મને સલાહ આપતા હતા.
પ્રાસંગિક પ્રવચનમાં નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, હું ધારાસભ્ય હતો ત્યારે જે આવે તે મને સલાહ આપતા હતા. સલાહ આપવાનો દરેકને અધિકાર છે. પણ સલાહ આપનારાની કેપેસિટી હોવી જોઈએ. કોઈ ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં ત્યારે મને સલાહ આપે તો તે મારા માટે માથાભેર કહેવાય, પરંતુ જેમને પત્ની પાણીનો ગ્લાસ પણ ના આપતી હોય તેવા લોકો નવરા પડે તેવા લોકો સલાહ આપવા આવી જાય છે.


comments powered by Disqus