મુન્દ્રામાં અદાણીનું કોપર યુનિટ શરૂ

Wednesday 03rd April 2024 07:26 EDT
 
 

ભુજઃ મુન્દ્રામાં આવેલી અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પેટા કંપની કચ્છ કોપરે ગુરુવારે ગ્રાહકોને કેથોડસની પ્રથમ બેચ મોકલીને ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી પ્રોજેક્ટનું પ્રથમ પ્રથમ યુનિટ શરૂ કર્યું હતું. આ પ્લાન્ટમાં બે તબક્કામાં 1 મિલિયન ટન પ્રતિવર્ષની ક્ષમતા હાંસલ કરાશે. પ્રથમ તબક્કામાં 0.5 MTPA ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપવા માટે અંદાજિત 1.2 બિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે. બીજા તબક્કાની પૂર્ણાહુતિ પર પણ સમાન ક્ષમતા ઉમેરાશે.
અત્યાધુનિક ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશનના લાભ ઉપરાંત અહીં લગભગ 2000 પ્રત્યક્ષ અને 5000 પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે. ગૌતમ અદાણીએ કંપનીની શરૂઆતને ફક્ત ધાતુના ક્ષેત્રમાં પ્રવેશ નહીં પણ ભારતને ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ આગળ વધારવા માટેનું મહત્ત્વપૂર્ણ માધ્યમ ગણાવી પ્રોજેક્ટને વૈશ્વિક કોપર સેક્ટરમાં મોખરે લઈ જવા નેમ વ્યક્ત કરી હતી.


comments powered by Disqus