યુએન મહેતા ફાઉન્ડેશનને રૂ. 5 હજાર કરોડનું દાન અપાશેઃ ટોરેન્ટ ગ્રૂપ

Wednesday 03rd April 2024 06:47 EDT
 
 

અમદાવાદઃ ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન' એવા જીવન સૂત્ર સાથે ઉત્તમભાઇ એન. મહેતા એક પ્રેરણારૂપ જીવન જીવી ગયા. ટોરેન્ટ ગ્રૂપ દ્વારા યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની ઉંજવણી નિમિત્તે અમદાવાદ ખાતે એક સમારંભનું આયોજન કરાયું હતું. 1 એપ્રિલ 2024થી શરૂ કરીને આગામી પાંચ વર્ષ દરમિયાન મહેતા પરિવાર દ્વારા UNM ફાઉન્ડેશનને રૂપિયા 5 હજાર કરોડનું દાન આપવાની જાહેરાત પણ આ પ્રસંગે કરવામાં આવી હતી. આ યોગદાન ટોરેન્ટ ગ્રૂપની કંપનીઓના વૈદ્યાનિક CSR યોગદાન ઉપરાંત હશે.


comments powered by Disqus