નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું કે, સંઘર્ષના લાંબા ઇતિહાસ અને અલગ- અલગ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સર્વસંમતિથી ચુકાદો આપવાનો નિર્ણય લીધો હતો.
નવેમ્બર 2019માં અયોધ્યા રામજન્મભૂમિ કેસમાં ચુકાદો લખનારા જજનું નામ જાહેર કરાયું ન હતું. સીજેઆઇએ કહ્યું કે, ચુકાદો આવે તે પહેલાં જજોએ સાથે બેસીને નિર્ણય કર્યો હતો કે આ કોર્ટનો નિર્ણય હશે કોઈ ખાસ જજનો નહીં. જ્યારે પણ જજ કોઈપણ કેસમાં નિર્ણય લે છે ત્યારે તે બંધારણ અને કાયદા અનુસાર જ લે છે. બીજી તરફ ચીફ જસ્ટિસે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયને સર્વોચ્ચ અદાલતે યથાવત્ રાખવાના મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટના સર્વસંમત નિર્ણયની કેટલાક ક્વાર્ટરમાં ટીકા થઈ રહી છે.
સમલૈંગિક અંગેના 5 જજની બંધારણીય બેન્ચના નિર્ણય પર સીજેઆઇએ કહ્યું કે, કેસનું પરિણામ ક્યારેય જજ માટે વ્યક્તિગત હોતું નથી.

