કેનેડામાં નવસારીના યુવાનનું દર્દનાક મોતઃ અન્ય 6ને અસર

Wednesday 03rd January 2024 05:26 EST
 
 

નવસારીઃ કેનેડાના ટોરેન્ટોમાં આવેલા ટાઉન હાઉસમાં રહીને અભ્યાસ કરતા નવસારીના યુવાન નીલકુમાર પટેલનું દર્દનાક મોત થયું છે.
જલાલપોરના મોટી કરોડ ગામના ગુજરાતી વિદ્યાર્થી નીલકુમારનું કેનેડામાં એના ઘરના ગેરેજમાં મૂકેલી કારમાં મૃત્યુ થયું છે. કાર ચાલુ રહી જતાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં નીલકુમાર સહિત કુલ 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં નીલનું મોત થયું છે.
નવસારીના શંકરભાઈ પટેલે તેમના દીકરા નીલને અભ્યાસ માટે 5 વર્ષ પહેલાં મોકલ્યો હતો. નીલ ટોરેન્ટોમાં ટાઉન હાઉસ ઓન એક્ટિવા એવેન્યુ વિસ્તારમાં એના મિત્રો સાથે રહેતો હતો. બે દિવસ પહેલાં તેમના ઘરના ગેરેજમાં કાર ચાલુ રહી ગઈ હતી, જે અંગે તે અજાણ હતો. નીલ આ કારનું બારણું ખોલવા જતાં તેના હિટરમાંથી નીકળેલા કાર્બન મોનોક્સાઇડ ગેસને કારણે તે બેભાન થઈ ગયો હતો. આ ગેસ આજુબાજુ પણ પ્રસરી જતાં અન્ય છ યુવાનોને પણ અસર થઈ હતી.


comments powered by Disqus