ચારુસેટ એલ્યુમ્ની એસો.ની સાતમી વાર્ષિક એજીએમમાં 1500 પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યાા

Wednesday 03rd January 2024 05:50 EST
 
 

આણંદઃ ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એલ્યુમ્ની એસો.ની સાતમી વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં ચારુસેટ કેમ્પસમાં યોજાઈ હતી. સામાન્ય સભાનું દીપ પ્રાગટ્ય કેળવણી મંડળના મંત્રી ડો. એમ.સી. પટેલ, સાયન્ટિફિક એડ્વાઇઝર ડો. એસ.પી. કોસ્ટા, ચારુસેટ યુનિ.ના પ્રોવોસ્ટ અને ચારુસેટ એલ્યુમ્ની એસો.ના પ્રેસિડેન્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને ચારુસેટ એલ્યુમ્ની એસો.ના જનરલ સેક્રેટરી ડો. અતુલ પટેલના હસ્તે કરાયું હતું.
ચારુસેટ એલ્યુમ્ની એસો.ના વાઇસ પ્રેસિડેન્ટ ડો. તૃષિત ઉપાધ્યાયના સ્વાગત પ્રવચન સાથે સભાની શરૂઆત થઈ હતી, જેમાં વિવિધ બેચ અને વિદ્યાશાખાના લગભગ 1500 પૂર્વ વિદ્યાર્થીએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિવિધ ફેકલ્ટીના ડીન, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ, સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
ચારુસેટ એલ્યુમ્ની એસોસિયેશનના જનરલ સેક્રેટરી ડો. અતુલ પટેલ દ્વારા એસોસિયેશનની પાછલા વર્ષની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓની વ્યાપક સમીક્ષા રજૂ કરાઈ હતી, જેમાં યુનિવર્સિટી સાથેની સફળ ઘટનાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું યોગદાન અને સહયોગી પહેલનો સમાવેશ થાય છે.


comments powered by Disqus